આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

0
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. જ્યાં આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ અપાયું છે.


દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને, રાજકોટમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ જાહેર કરાયું છે.

જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.તો ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને, ડાંગમાં પણ ઓરેંજ અલર્ટ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top