- સુરતના પાલી ગામમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, જેમાં 1 પરિવાર દટાયો
- 8 વર્ષમાં જ ધરાશાયી થતાં બાંધકામ સામે વેધક સવાલો ઉભા થઈ રહ્યાં છે
- ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યા
રાજ્યમાં દૂર્ઘટનાનો જાણે સિલસિલો જામ્યો હોય તેમ વળી એક દૂર્ઘટીત ઘટના અંગે સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતના પાલી ગામમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. જેમાં 1 પરિવાર દટાયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
આ બિલ્ડિંગ 2016માં બનાવવામાં આવી હતી. જે 8 વર્ષમાં જ ધરાશાયી થતાં બાંધકામ સામે વેધક સવાલો ઉભા થઈ રહ્યાં છે. લોકમુખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આ બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદે રીતે થયેલું છે. ફાયર વિભાગે દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી છે. કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. અનેક પરિવારો આ બિલ્ડિંગમાં ભાડેથી રહેતા હતા
ધારાસભ્ય સંદીપ દેસાઈ ઘટનાસ્થળે પહોંચ્યા
સુરત જિલ્લા કલેકટર સૌરભ પારઘી તેમજ ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તો બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે તૈનાતે કરાયો છે
જમીનદોસ્ત બિલ્ડિંગની હકીકત શું?
વર્ષ 2016માં જ બની હતી બિલ્ડિંગ
બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદે હોવાનો દાવો
બિલ્ડિંગને લઇને ખાલી કરવાની આપી હતી નોટિસ
માત્ર બિલ્ડરને નોટિસ આપી મનાયો હતો સંતોષ
મોટાભાગના પરિવાર ભાડેથી આ બિલ્ડિંગમાં રહેતા હતા
પાલી વિસ્તાર હાલમાં જ આવ્યો છે મનપાની હદમાં
બિલ્ડિંગના બાંધકામને લઇને ભાડે રહેનારા અજાણ