રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મુશળધાર વરસાદ,સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

0
રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો છે. ત્યારે સુરતમાં ગઈ કાલથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરતના વિસ્તારોમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત, ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 60 જેટલા ઝાડ પડ્યા હોવા અંગે ફાયર વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.


સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે, ત્યારે સુરતમાં વહેલી સવારથી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં ઉમેરપાડામાં અઢી ઈંચ, કામરેજમાં સવા બે ઈંચ, પલસાણામાં પોણા બે ઈંચ, બારડોલીમાં સવા એક ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે મહુવા, ઓલપાડા, ચોયાર્સી, માંડવી, માંગરોળ સહિતના વિસ્તારોમાં એક મિ.મી.થી આઠ મિ.મી. સુધીનો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. અતિભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, ભારે પવન સાથે વરસેલા વરસાદમાં અનેક વૃક્ષો ધરાશાયી થતાં ફાયર વિભાગના ટીમ દોડતી થઈ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top