રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં જળપ્રલય

0

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં જળપ્રલય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અંદાજે 15 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઉપલેટના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ઉપલેટાનું ભીમોરા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ધોધમાર વરસાદના કારણે ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. લાઠ, તલગણા અને ભીમોરા ગામ બેટમાં ફરવાય ગયા છે.

રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ પ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉપલેટાનું ભીમોરા ગામ પાણી પાણી થયું છે. ભીમોરા ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. લોકોના મકાનોમાં પાણી ઘૂસ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top