તાપી જીલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ ગુનો દાખલ

0
  • કામોમાં ડુપ્લિગેશન કર્યું હોવાનું બહાર આવતા ગત દિવસોમાં 4 અધિક મદદનીશ ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
  • વ્યારાના બે કોન્ટ્રાકટર કે.એ.સોલંકી અને રાજુભાઈ હિંગડે વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
તાપી જિલ્લામાં ગત દિવાસોમાં અલગ અલગ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા 4 અધિક મદદનીશ ઈજનેર દ્રારા જિલ્લાની અલગ અલગ આશ્રમ શાળામાં રેઇન વોટર હરવેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું હતું. જે કામ ફરી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હોવાના બિલો મૂકી દઈ કામોમાં ડુપ્લિગેશન કર્યું હોવાનું બહાર આવતા 4 અધિક મદદનીશ ઈજનેરને ફરજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ બાબતે ટીએસપી કચેરી દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 8 કામો જેની અંદાજિત કિંમત 40 લાખ હોઈ જેનું ડુપ્લિગેશન કરવામાં આવતા ધ્વનિ પટેલ, અનિલ ગામીત,ગિરીશ ચૌધરી અને અજય ચૌધરી નામના અધિક મદદનીશ ઈજનેર હતા.

આ બાબતે વધુ તપાસ કરતા તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રાયોજના વહીવટદાર દ્વારા અપાયેલી મંજૂરી અંતર્ગત આશ્રમ શાળામાં થયેલા જૂના કામોના ફોટા મૂકી ખોટા બિલો બનાવી નાણા લઈ લીધા હતા. વર્ષ 2019થી 2023 દરમ્યાન આશ્રમશાળાઓમાં રેન વોટર હારવેસ્ટિંગ માટે ફળવાયેલા અંદાજે નવ જેટલા કામોમાં 44.95 લાખથી વધુની રકમ કામ કર્યા વગર જ જૂના કામના ફરીથી સાદુ મરામત કરીને  ફોટા પાડી બીલો પાસ કરાવી  લીધા હતા.  જે અંતર્ગત વ્યારા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ અધિક મદદનીશ ઇજનેર દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ અપાઈ હતી. જેમાં વ્યારાના બે કોન્ટ્રાકટર કે.એ.સોલંકી અને રાજુભાઈ હિંગડે વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જે બાબતે વ્યારા પોલીસ મથકે તાલુકા પંચાયતને ગેરમાર્ગે દોરી વિશ્વાસઘાત ઠગાઈ કરતા ગુનો દાખલ કરાયો છે. ગુનો નોંધી વ્યારા પોલીસે બંને કોન્ટ્રાક્ટરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. વધુ તપાસ  હજુ પોલીસ કરી રહી છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top