માંડવી તાલુકાનો ગોરધા ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયા

0
બે દિવસ વરસાદનું જોર ઘટ્યા બાદ ફરી સુરત જિલ્લામાં આજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસી રહેલા વરસાદને લઈને ફરી નદી નાળામાં નવા નીરની આવક થતાં જીવંત થયા છે. માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ગોરધા ડેમના ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ હતી અને ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા. ડેમ ઓવરફ્લો થયાની વાત વાયુવેગે પ્રસરી જતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી.

ખેડૂતોને વર્ષ સારું જશે એવી આશાઓ બંધાઈ
મેઘરાજાની પહેલી ઇનિંગ્સમાં જ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતને આ વર્ષ પણ સારું જશે તેવી આશાઓ બંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, આતુરતાથી રાહ જોવડાવ્યા બાદ છેલ્લા 10 દિવસથી બરાબર વરસાદી માહોલ જામ્યો છે




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top