Budget 2024 : બજેટમાં કરાયેલી મહત્ત્વની 15 જાહેરાતો

0

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કર્યું, આ બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે ખજાનો ખોલવામાં આવ્યો છે. રોજગાર-કૌશલ્ય વિકાસ માટે 2 લાખ કરોડ રૂપિયાની 5 યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

1. Budget 2024
આ વર્ષના બજેટમાં 5 વર્ષમાં ₹2 લાખ કરોડની કેન્દ્રીય ફાળવણી સાથે 4.1 કરોડ યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય પહેલીવાર નોકરી મેળવનારાઓને ખાસ ભેટ આપવામાં આવી રહી છે.

2. બજેટ 2024: બિહાર માટે મોદી સરકારે ખોલ્યો ખજાનો
નાણામંત્રીએ કહ્યું કે, બિહારમાં બે નવા એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. ગંગા નદી પર બે નવા પુલ બનાવવામાં આવશે. નાણામંત્રીએ બિહારમાં રસ્તાઓ માટે 26 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.

3. PMGKAY 5 વર્ષ લંબાવવાની જાહેરાત
બજેટ 2024માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના PMGKAY 5 વર્ષ લંબાવવાની જાહેરાત

4. મોદી સરકારનો 9 સૂત્ર પ્લાન
યોજનાઓ માટે રૂ. 2 લાખ કરોડનું એલાન

5. બજેટ 2024: ખેડૂતો માટે કયા મોટા એલાન?
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને અપાશે મદદ, ફ્રી રાશનની વ્યવસ્થા 5 વર્ષ સુધી ચાલુ રહેશે. આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.

6. બજેટ 2024: શિક્ષણ માટે 10 લાખ રૂપિયાની લોન
સરકારે કોઈ પણ સરકારી યોજનાઓનો લાભ ન મેળવી શકતા યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત, આ માટે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને ઈ-વાઉચર આપવામાં આવશે.

7. બજેટમાં વિશેષ જાહેરાત
બજેટમાં નીતિશ-નાયડુના રાજ્ય પર સરકાર મહેરબાન, થશે એક્સપ્રેસવેથી લઇને નવા એરપોર્ટનું નિર્માણ

8. બજેટ 2024: શહેરી આવાસ અને ઉદ્યાગ માટે મોટી જાહેરાત
શહેરી આવાસ યોજના માટે 10 લાખ કરોડનું પેકેજ, શેહેરી વિસ્તારોમાં નવા 1 કરોડ મકાન બનાવશે.

9. બજેટ 2024: મધ્યમ અને લઘુ ઉદ્યોગ અને મહિલા માટે શું જાહેરાત?
મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે.

10. બજેટ 2024: 5 રાજ્યો માટે 'પૂર્વોદય' યોજના લાગુ થશે
5 રાજ્યો માટે 'પૂર્વોદય' યોજના લાગુ કરવાની જાહેરાત

11. બજેટ 2024: બિહાર માટે મોદી સરકારે ખોલ્યો ખજાનો
નાણામંત્રીએ કહ્યું કે, બિહારમાં બે નવા એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. ગંગા નદી પર બે નવા પુલ બનાવવામાં આવશે. નાણામંત્રીએ બિહારમાં રસ્તાઓ માટે 26 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.

12. બજેટ 2024: જમીનની માપણી માટે ભૂમિ આધાર યોજનાની જાહેરાત
5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લોન્ચ કરાશે, જમીનની માપણી માટે ભૂમિ આધાર યોજનાની જાહેરાત

13. બજેટ 2024: કઇ કઇ વસ્તુઓ સસ્તી થશે?
નાણામંત્રીએ આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે પણ લગભગ લોકોને એ જાણવું હોય છે કે બજેટમાં આ વખતે શું સસ્તું થયું અને શું મોંઘું થયું હશે..?

14. બજેટ 2024: સ્ટાન્ડર્ડ ડિડક્શન 75 હજાર કર્યું, 25 હજારનો વધારો
કરદાતાઓ માટે બે મોટી જાહેરાતો... ફરી એકવાર નવો ટેક્સ સ્લેબ બદલાયો, સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ વધ્યું

15. બજેટ 2024: ઇન્કમ ટેક્સમાં ફેરફાર
નવી ઇન્કમ ટેક્સ પધ્ધતિમાં 3 લાખની વાર્ષિક આવકને કર મુક્તિ

16. ટેક્સ માળખામાં શું ફેરફાર
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય 2024-25ના બજેટમાં કરદાતાઓને આવકવેરામાં રાહત આપી છે. જોકે, આ રાહત નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરનારાઓને જ મળશે.







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top