41 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે,કહ્યું- શાંતિ માટે અમે પ્રયત્નશીલ

0
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની રશિયાની મુલાકાત બાદ આજે ઓસ્ટ્રિયાની મુલાકાતે છે. અહીં તેમણે ભારત-ઓસ્ટ્રિયાનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ દરમિયાન તેમણે ભારત-ઓસ્ટ્રેયિના સંબંધોનો વિકાસ, રશિયા-યુક્રેન યુદ્ધ, વિશ્વભરમાં ચાલી રહેલો સંઘર્ષ, આતંકવાદ સહિતના મુદ્દે વાતચીત કરી હતી. વડાપ્રધાનની આ યાત્રાની સૌથી મહત્વની વાત એ છે કે, 41 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે છે.

બંને દેશોએ નવી સંભાવનાઓની ઓળખ કરી : વડાપ્રધાન મોદી

તેમણે કહ્યું કે, ‘મારી આ યાત્રા ખાસ અને ઐતિહાસિક છે. બંને દેશો વચ્ચે દાયકાઓ સુધી સહકાર જળવાઈ રહે તે માટે અમે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. આજે મારી અને ચાંસલર નેહમર વચ્ચે સાર્થક વાતચીત થઈ છે. અમે બંને દેશોના સહયોગને વધુ મજબૂત કરવા માટે નવી સંભાવનાઓની ઓળખ કરી છે. અમે નિર્ણય લીધો છે કે, સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવામાં આવશે. અમે બંનેએ આતંકવાદની કડક નિંદા કરી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મેં અને ચાંસલર નેહમરે વિશ્વમાં ચાલી રહેલા વિવાદો, રશિયા-યુક્રેન સંઘર્ષ, પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત તમામ મુદ્દે વિસ્તારથી ચર્ચા કરી છે. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રિન્યુએબલ એનર્જી, હાઈડ્રોજન, વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ, એઆઈ ટેકનોલોજી તેમજ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી છે.’

પીએમ મોદીએ કહ્યું, મેં પહેલા પણ કહ્યું છે કે, આ યુદ્ધનો સમય નથી
તેમણે કહ્યું કે, ‘મેં પહેલા પણ કહ્યું છે કે, આ યુદ્ધનો સમય નથી. યુદ્ધના મેદાનમાં સમસ્યાઓનું નિરાકરણ નથી આવી શકતું. માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ જ્યારે કોઈનો જીવ જાય છે ત્યારે દુઃખી થાય છે. જાનહાનિ અસ્વીકાર્ય છે. ભારત અને ઑસ્ટ્રિયા શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા માટે તૈયાર છે.’

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top