- સોનગઢ ખાતે શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત CRPFના જવાનનું સન્માન કરવામાં આવ્યું
- સમારોહનું આયોજન તાપી જિલ્લાના અર્ધલશ્કરી સંગઠન દ્વારા કરવામાં આવ્યું
- રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યા
તાપી જિલ્લાના સોનગઢ ખાતે શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત CRPFના જવાન મુકેશ ગામીતનું સન્માન કરવામાં આવ્યું, રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યા
સોનગઢ ખાતે સન્માન સમારોહનું આયોજન તાપી જિલ્લાના અર્ધલશ્કરી સંગઠન દ્વારા કરવામાં આવ્યું. સન્માન સમારોહમાં આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિ, માજી મંત્રીશ્રી કાંતિભાઈ ગામીત, અર્ધલશ્કરી સંગઠન જવાનો, પૂર્વજવાનો, અને પદાધિકારીઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અંધાધૂધ ફાયરિંગ વચ્ચે સાથી જવાનને બચાવ્યો
વીરતા, શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા 61 સીઆરપીએફના કોન્સ્ટેબલ મુકેશ ગામીતે જણાવ્યું કે, 19 ડિસેમ્બર, 2021ના રોજ શ્રીનગરના દરબાગ ખાતે સર્ચ ઓપરેશનમાં મકાનમાં છુપાયેલા એક આતંકવાદી દ્વારા થઈ રહેલા અંધાધૂધ ફાયરિંગ દરમિયાન CRPFની જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા, તે દરમ્યાન આતંકવાદીના નજીક પહોંચતા પોતાના સાથી જવાનને ગોળીબારીથી બચાવવા આતંકવાદીના રાયફલનું બેરલ ઉપરની તરફ કરીને તેનો સામનો કર્યો હતો.
આતંકવાદી ગ્રેનેડ ફેંકી ભાગવા જતાં તેનો પીછો કરી ઠાર માર્યો
આતંકવાદીએ જમીન પર ગ્રેનેડ ફેંકીને ઘરની બારીથી બહાર ભાગ્યો જેનો પીછો કરીને તેને ઠાર કર્યો હતો. આ બહાદુરી બદલ તેમને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર પ્રાપ્ત થતાં દેશભરમાં તાપી જિલ્લાનું નામ ગુજતું થયું હતું.