Tapi Rain : ડોસવાડા ડેમ ઓવરફલૉ થવાની શક્યતા , 10થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા

0
  • ડેમની પૂર્ણતઃ સપાટી 123.44 મીટર (405 ફૂટ) છે
  • તા.23/07/2024 ના રોજ 13:30 કલાકે ડેમની સપાટી 122.70 મીટર (402.07 ફૂટ) પહોંચેલ છે
  • ડેમની પૂર્ણ સપાટી 123.44 મીટર (405 ફૂટ) પહોંચીને ઓવરફલૉ થવાની શક્યતા
તાપીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, ઠેર ઠેર પાણી ભરાવવા લાગ્યા છે, લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે,  સોનગઢનો ડોસાવાડા ડેમ પોતાની પૂર્ણતઃ સપાટી વટાવી ચૂક્યો છે, અને ઓવરફ્લૉ થતાં જ આજુબાજુના ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

તાપી જિલ્લાના સોનગઢમાં આ આવેલો રજવાડી સમયનો ડોસવાડા ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો છે.  આ સિઝનમાં ડેમ બધો ભરાયો છે  આ ડેમની પૂર્ણતઃ સપાટી 123.44 મીટર (405 ફૂટ) છે, અને આજ રોજ તા.23/07/2024 ના રોજ 13:30 કલાકે ડેમની સપાટી 122.70 મીટર (402.07 ફૂટ) પહોંચેલ છે. ડોસવાડા ડેમમાં તેની કુલ સંગ્રહ શક્તિ 80% જથ્થો પાણી ભરાયેલ છે જેથી ડેમની પૂર્ણ સપાટી 123.44 મીટર(405 ફૂટ) પહોંચીને ઓવરફલૉ થવાની શક્યતા છે જેથી ડોસવાડા ડેમના આજુબાજુના અસરગ્રસ્ત ગામોને સાવચેતીના પગલાં લેવા એલર્ટ કરવામાં આવ્યા.

અસરગ્રસ્ત ગામો
સોનગઢ
(૧) કૂમકુવા 
(૨) ખાંજર
 (૩) ડોસવાડા 
(૪) ખરસી 
(૫) કનાળા 
(૬) ચોરવાડ 
(૭) ખડકાચીખલી

વ્યારા
(૧) વાઘઝરી 
(૨) ચીખલી 
(૩) મુસા 
(૪) કાનપુરા 
(૫) પાનવાડી 
(૬) વ્યારા 
(૭) કપુરા
 (૮) અંધરવાડી નજીક

વાલોડ
(૧) કમલછોડ
 (૨) સ્યાદલા




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top