- વધુ ૬૦ દિવસ માટે બ્રિજ બંધ કરવાનું જાહેરનામુ પ્રસિધ્ધ
- બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી ભારે વાહનો માટે વધુ ૬૦ દિવસ માટે બંધ
- જાહેરનામુ તા.૨૯ જૂનથી ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ સુધી અમલી રહેશે
- જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ અધિકારી-કર્મચારીઓ દ્વારા દંડ અને સજા કરવામાં આવશે
ડાંગના વઘઈ તાલુકાના ડુંગરડા-ભેંસકાત્રી રોડ ઉપર આવતી ખાપરી અને પૂર્ણા નદી ઉપરના બ્રિજ તેમજ આહવા તાલુકાના ધુડા ગામનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી ભારે વાહનો માટે વધુ ૬૦ દિવસ માટે બંધ કરાયા છે.
ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને, મકાન વિભાગ દ્વારા વઘઈ તાલુકાના ડુંગરડા-ભેંસકાત્રી રોડ ઉપર આવતી ખાપરી અને પૂર્ણા નદી ઉપરના બ્રિજ તેમજ આહવા | તાલુકાના ધુડા ગામના બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમાં જણાતા નાના વાહનો માટે ચાલુ રાખવા અને ૧૦ ટનથી વધુના ભારે વાહનો માટે બંધ રાખવા | જિલ્લા કલેક્ટર કચેરીને દરખાસ્ત મળી હતી. જેમાં પોલીસ અધિક્ષકની કચેરી આહવા દ્વારા હકારાત્મક અભિપ્રાય | આપવામાં આવ્યો છે. ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરાતા વઘઈ-પીંપરી- કાલીબેલ-ભેસકાત્રી રોડનો તેમજ ભારે વાહનો માટે બંધ કરાયેલો ધુડા ગામના બ્રિજને કારણે ધુડા-હિંદળા થઈ પિપલાઈદેવી રોડનો (કુલ ૫.૫૦ કિ.મી) વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા વાહન ચાલકોને જણાવાયુ છે. આ બાબતે ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.ચૌધરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ નાયબ પોલીસ અધિક્ષકથી હેડ કોન્સ્ટેબલ સુધીના પોલીસ અધિકારી-કર્મચારીઓ દ્વારા દંડ અને સજા કરવામાં આવશે. આ જાહેરનામુ તા.૨૯ જૂનથી ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ સુધી અમલી રહેશે.