રાજ્યના 6 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ, સિઝનનો 40 ટકાથી વધુ વરસાદ નોંધાયો

0
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત તાપી જિલ્લાના નિઝાર તાલુકામાં ૫ ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૫ ઇંચ, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૫ ઇંચ અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ડોલવણ, સુત્રાપાડા, ઘોઘા, ચિખલી, વાલિયા, ધંધુકા, નેત્રંગ, માણાવદર, રાજુલા, વ્યારા, ભરૂચ, માંગરોળ અને નાંદોદ મળી કુલ ૧૩ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તેમજ તલાલા, બાવળા, ચોરાસી, સાગબારા, તારાપુર, પોરબંદર, ડેડીયાપાડા, માંડવી, કરજણ અને ધરમપુર મળી કુલ ૧૦ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top