અંબાલાલ પટેલના મતે આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના

0
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આગામી 48 કલાકમાં જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે. દ્વારકા અને પોરબંદરમાં પણ સારો વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં એક સિસ્ટમ સક્રીય થઈ રહી છે જેના કારણે ભારે વરસાદ પડશે. 



ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, મોરબી, હળવદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ અને ખેડામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

3 જુલાઈથી મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું રહેશે, પરંતુ કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહી શકે છે.4થી 12 જુલાઈ દરમિયાન દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં રેકોર્ડ બ્રેક વરસાદની શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના 11 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના પાંચ અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ તરફ વલસાડની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતુ હોય છે જે જિલ્લામાં અઢીથી સવા ચાર ઈંચ વરસાદ વરસવાની શક્યતા હોય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top