તાપી જિલ્લામાં બીજા દિવસે મેઘ મહેર યથાવત રહેતા ખેડૂતોમાં ભારે રાહત થઈ હતી આકાશીક ખેતી પર નભતા ખેડૂતો અને ચોમાસાનો પાક લેનાર ખેડૂતો પૂરજોશમાં ખેતી કામમાં જોડાયા હતા.તાપી જિલ્લામાં રવિવારના રોજ ચાર તાલુકામાં 2 ઇચ વધુ વરસાદને લઈને ધરતીપુત્રોમાં રાહત થઈ ગઈ હતી. બે દિવસથી સારા વરસાદને લઈને વ્યારા નગરમાં ઠંડક પસરી ગઈ હતી.
તાપી જિલ્લામાં શનિવાર અને રવિવારના રોજ સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી. જેનાથી ભારે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી.તાપી જિલ્લાના વ્યારા, વાલોડ ,સોનગઢ ઉચ્છલ,નિઝર, ડોલવણ અને કુકરમુંડા ના ખેડૂતો ચોમાસુ ખેતી માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા.જૂન માસ ના અંતિમ સપ્તાહ નાં શનિ-રવિ દરમિયાન આવેલા સારા વરસાદને લઈને ખેડૂતોમાં રાહત થઈ ગઈ હતી અને પૂરજોશમાં ખેતી કામમાં જોડાયા હતા. શનિ રવિ દરમિયાન સારા વરસાદને લઈને આ સપ્તાહમાં ખેડૂતો ખેતી માં વાવણી કાર્ય પૂરજોશમાં આરંભી દેશે.