ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને ત્રીજા અઠવાડિયે ચોમાસું જામ્યું છે. રવિવારે (30મી જૂન) 211 તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ, બારડોલી, કામરેજમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ હતો. હવામાન વિભાગ દ્વારા આજે (પહેલી જુલાઈ) 25 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
26 રસ્તાઓ તૂટી ગયા, 38 ગામમાં લાઇટો ડૂલ થતાં અંધારપટ છવાયો
ગુજરાત રાજ્યમાં ગઈકાલે રવિવાર સવારના 6 વાગ્યાથી આજે સોમવાર સવારના 6 વાગ્યા સુધીમા 214 તાલુકામાં વરસેલા સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. સતત વરસી રહેલા વરસાદના લીધે ગામડાઓના પંચાયત હસ્તાના રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે. તો બીજી તરફ વરસાદના કારણે 38 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધારપટ છવાયો છે.