તાપી જિલ્લામાં સુરતની ટીમ દ્વારા તાપી જીલ્લાના વડુમથક વ્યારા નગર ખાતે ખાણીપીણી ની દુકાનો તેમજ લારીઓ પર આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાયો હતો. નાસ્તો બનાવવા માટે તેલ નું સમય આંતરે બદલી નહિ અને વારંવાર એકજ તેલનો તળાવમાં ઉપયોગ થતો હોવાને ધ્યાને આવતા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લાના વ્યારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ નાસ્તાની દુકાનો, હોટલોમાં તેમજ ખાણી-પીણીની લારી ખાતે ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ અંગે સુરતની ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તેલ, નાસ્તાના નમુના લેવામાં આવ્યા હતા.