વ્યારા ઉનાઈ નાકા નજીક આવેલ જીજસ કોલ સેન્ટર પ્રાર્થના ઘર પાસે બાંધકામ વિવાદમાં આવ્યું છે. ખ્રિસ્તી પ્રાર્થના ઘરને અડીને ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું હતું. ત્રણ દિવસ અગાઉ ગામનાં લોકોએ વિરોધ કરતા વિવાદ સર્જાયો હતો અને બાંધકામ બંધ કરાયું હતું. વિવાદને લઈને મંગળવારના રોજ વ્યારા પીઆઈ મામલતદાર અને પોલીસ સ્ટાફની હાજરીમાં પ્રાર્થના ઘરને અડીને આવેલા બાંધકામને જેસીબી દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું.
વ્યારા ઉનાઈ નાકા નજીક ઈસાઈ સમુદાયના પ્રાર્થના સ્થળ છે, જ્યાં આગણામાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામનો જાગૃત નાગરિકોએ ત્રણ દિવસ અગાઉ વિરોધ કરાયો હતો.વહીવટી તંત્ર દ્વારા તપાસ કર્યા આ બિનઅધિકૃત બાંધકામ હશે તો તોડી પાડવાનું અધિકારીઓએ આશ્વાશન આપી જેતે સમય મામલો થાળે પાડ્યો હતો. જે અંતર્ગત વહીવટી વિભાગ દ્વારા મંગળવારે સવારે વ્યારા પી આઈ એન એસ ચૌહાણ, એલસીબી પીઆઈ એન.જે. પાંચાણી, મામલતદાર એચ.જે.સોલંકી અને પાલિકા ટીમ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામનું ડીમોલીશન કરાયું હતું. આશરે દશેક વર્ષ જુનું આ ઈસાઈ પ્રાર્થના ઘર બનાવ્યુ હતુ. પ્રાર્થના ઘરનાં સંચાલકોએ બિન અધિકૃત બાંધકામ હોવા છતા આશરે ત્રણ દિવસ પહેલા પ્રાર્થના ઘર આગળ વધુ બાંધકામ કરવાનું શરૂ કર્યુ હતુ.