ઉચ્છલ તાલુકાના ધુપી ગામે રહેતાં સુરેશ દેવજીભાઈ વસાવા ખેતી કરી ગુજરાન ચલાવે છે.તેમણે ઉચ્છલ પોલીસ મથકમાં આપેલી ફરિયાદ અનુસાર તેમનાં પિતા ને જંગલની જમીન ફાળવી હતી અને ગયે વર્ષે જમીન ગામમાં જ રહેતાં અવિનાશ વસાવા અને લાજરસ વસાવાને ખેડવા આપી હતી.
આ વર્ષે તેમણે ધુપી ગામની સીમમાં આવેલી જંગલ જમીનમાં વાવણી કરતાં હતાં ત્યારે અવિનાશ અને લાજરશ વસાવા ત્યાં આવ્યાં હતાં અને કહ્યું કે અમારી જમીનમાં તમે કેમ વાવણી કરો છો. ત્યારે સુરેશભાઈ એ કહ્યું કે જમીન મારા પિતાની છે અને તેમને એક વર્ષ માટે ખેડવા આપેલી હતી. જો કે આ વર્ષે અમે જ અહીં વાવણી કરવાના છે. આ અંગે ગામના પોલીસ પટેલ ભીમસિંગ વસાવાને પણ જાણ કરી હતી. આ વાત સાંભળતા જ બંને ભાઈઓ ઉશ્કેરાટ માં આવી કહ્યું હતું કે આજે તો તમને છોડવાના નથી મારી જ નાખવાના છે.
અવિનાશ વસાવાએ ફરિયાદીના હાથમાં રહેલ લાકડાની ખેંચી લઈ સપાટા માર્યા હતા. એ પછી લાજરશ વસાવાએ હાથમાં પહરેલ ચાંદી ના કડા વડે ફરિયાદીના માથામાં અને કપાળના ભાગે માર મારતાં સુરેશભાઈ લોહી લુહાણ થઈ ગયાં હતાં. આ સમયે સુરેશભાઈને બચાવવા માટે તેમનાં પિતા દેવજીભાઈ આવતાં આરોપીઓ એ તેમને પણ લાકડી અને ચાંદીના કડા વડે માર માર્યો હતો. મારામારી સમયે લોકો ત્યાં દોડી આવતાં બંને ભાઈઓ ત્યાંથી રવાના થઈ ગયાં હતાં જો કે આ સમયે ફરિયાદીનો પૌત્ર અશ્વિન પણ તેમને રસ્તામાં મળી જતાં તેની પર પણ આરોપી લાજરશ ભાઈએ ચાંદી ના કડા વડે હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભે અવિનાશ વસાવા અને લાજરશ વસાવા સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી.