ભારતમાં મધ્યરાત્રિએ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. રોહિત શર્મા એન્ડ કંપનીએ સપનું પૂરું કર્યું જે 11 વર્ષથી પૂર્ણ થવાની રાહ જોવાતી હતી. દક્ષિણ આફ્રિકાએ 177 રનનો ટાર્ગેટ સરળતાથી પૂરો કરી રહી હતી. પરંતુ, ભારતીય બોલરોને આ મંજૂર નહોતું. દક્ષિણ આફ્રિકાના હાથમાંથી જીત છીનવી લીધી. T-20 વર્લ્ડ કપ ભારતનો છે. જીતનો હીરો માત્ર એક વ્યક્તિ નથી પરંતુ સમગ્ર ભારતીય ટીમ છે. સૂર્યકુમારનો તે કેચ કદાચ દાયકાઓ સુધી યાદ રહેશે, જેના કારણે મિલર પેવેલિયન પરત ફર્યો હતો.
બીજીબાજુ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે મેચ પૂરી થયા પછી કહ્યું તે આ તેની છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ હતી.
ભારતે બાર્બાડોસ તરફથી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. રોહિત શર્મા, ઋષભ પંત અને સૂર્યકુમારની વિકેટ પાવરપ્લેમાં પડી ગઈ હતી. કોહલીએ 72 રન અને અક્ષર પટેલે 47 રનની ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ ઝડપી ગતિએ 27 રન બનાવ્યા અને સ્કોર 176 સુધી પહોંચાડ્યો. દક્ષિણ આફ્રિકાના સ્પિનરો કેશવ મહારાજ અને એનરિક નોર્ક્યાએ 2-2 વિકેટ લીધી હતી. કાગિસો રબાડા અને માર્કો જેન્સને એક-એક વિકેટ લીધી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શકી હતી. હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ લીધી હતી. હેનરિક ક્લાસને 27 બોલમાં 52 રન બનાવ્યા હતા જ્યારે ડી કોકે 31 બોલમાં 39 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે 21 બોલમાં 31 રન અને મિલરે 17 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું હતું.