ટીમ ઈન્ડિયાએ 2024ની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચવાના પોતાના 10 વર્ષના દુકાળને તોડી દીધો. ભારતની શાનદાર જીતે પૂરી દુનિયામાં ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખુશીની લહેર દોડાવી દીધી. દરેક ગલી-મહોલ્લામાં ભારતીયોએ આ સિદ્ધિનો જશ્ન મનાવ્યો. જોકે, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનને ભારતના ફાઈનલમાં પહોંચવા પાછળ ષડયંત્ર જોવા મળી રહ્યું હતું. તેણે કહ્યું કે ગયાના ભારતીય ટીમ માટે એક શ્રેષ્ઠ મેદાન હતું, તેથી આ પરિણામ આવ્યું. તેની પર ભારતના મહાન ખેલાડી હરભજન સિંહે વોનને જડબાતોડ જવાબ આપ્યો છે.
ભારતને ફાઈનલમાં પહોંચાડવા માટે ષડયંત્ર રચાયુ- માઈકલ વોનનો દાવો
ઈંગ્લેન્ડની હારને ન પચાવી શકનાર પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટ્વીટ કરી- જો ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું હોત તો તેને ત્રિનિદાદ સેમિ ફાઈનલ મળી જાય અને મારું માનવું છે કે તે ગેમ જીતી જાત. તેથી કોઈ ફરિયાદ નથી કે તે સારા રહ્યા નથી પરંતુ ગયાના ભારત માટે એક શાનદાર સ્થળ રહ્યું છે. જવાબમાં હરભજને ઉધડો લીધો.
હરભજન સિંહનો જડબાતોડ જવાબ
હરભજન સિંહે જવાબ આપતા લખ્યું- તમને શું લાગે છે કે ગયાના ભારત માટે એક સારું સ્થળ હતું. બંને ટીમો એક જ સ્થળ પર રમી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીત્યો જે એક ફાયદો હતો. મૂર્ખતા કરવાનું બંધ કરો. ઈંગ્લેન્ડને ભારતે તમામ વિભાગોમાં માત આપી. આ તથ્યનો સ્વીકાર કરો અને આગળ વધો અને પોતાની બકવાસ પોતાની પાસે રાખો. તર્કની વાત કરો, બકવાસની નહીં.