Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો

0
ગુજરાતમાં બુધવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. દાંતા અને અંબાજીમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો ગોંડલ અને ટંકારામાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.  

 
મળતી જાણકારી અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય છેલ્લા 24 કલાકમાં કોડીનારમાં સવા ત્રણ ઈંચ, ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢ શહેરમાં ત્રણ ઈંચ, જૂનાગઢ તાલુકામાં ત્રણ ઈંચ, દાંતામાં સવા બે ઈંચ, રાજકોટના જેતપુરમાં બે ઈંચ, સુત્રાપાડામાં બે ઈંચ, કાલાવડમાં પોણા બે ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ, વાંકાનેરમાં દોઢ ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, મોરવા હડફમાં સવા ઈંચ, માંગરોળમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય હળવદ, ડભોઈ, છોટા ઉદેપુર, જામનગરના લાલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા, માળીયા હાટીના, વંથલી, દિયોદર, કેશોદ, માણાવદર,જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા પોણો પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. માળીયા, પોશીના, જામજોધપુર, સાંતલપુર, રાજકોટ તાલુકા, કુકાવાવ, ઉમરગામ, નવસારી, ઓલપાડમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

સુરત શહેર, સંખેડા, જંબુસર,ધ્રાંગધ્રામાં વરસાદ વરસ્યો હતો. હિંમતનગર, બગસરા, ખેરગામમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ધરમપુર, સુબિર, ભાણવડ,જલાલપોરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 10 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના સાત, ઉત્તર ગુજરાતના એક, તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top