આજે એટલે કે 29મી જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ રમાવાની છે. આ મેચ વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી.
સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને એક તરફી હરાવ્યું હતું. ભારતીય ટીમે પણ ઈંગ્લેન્ડને શાનદાર રીતે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું. 2014 બાદ ભારતીય ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમશે.તો બીજી બાજુ સાઉથ આફ્રિકા પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમશે. વર્લ્ડ કપમાં બંને ટીમ શાનદાર ફોર્મમાં છે. પરંતુ આખી દુનિયાની નજર મેચ દરમિયાન આ પાંચ ખેલાડીઓ પર રહેવાની છે. જે પોતાની તાકાત પર મેચ બદલવાની શક્તિ ધરાવે છે.
રોહિત શર્મા
ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજો એવો ખેલાડી છે. જેણે અત્યાર સુધી યોજાયેલા તમામ T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. ગયા વર્ષે 19 નવેમ્બરે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. રોહિત શર્મા હજુ પણ એ હાર ભૂલી શક્યો નથી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં માત્ર શાનદાર કેપ્ટનશિપ જ નહીં પરંતુ તેણે બેટથી પણ વિરોધી ટીમોને હંફાવી નાખી છે. કેપ્ટન રોહિત શર્માએ છેલ્લી બંને મેચમાં અડધી સદી ફટકારી છે.
રોહિત શર્માએ આ વર્લ્ડ કપની 7 મેચોમાં 41.33ની એવરેજ અને 155.97ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 248 રન બનાવ્યા છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. ફાઈનલ મેચમાં પણ આખી દુનિયાની નજર રોહિત શર્માની બેટિંગ પર રહેશે. જો રોહિત શર્મા ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત આપે છે. ત્યારે સાઉથ આફ્રિકા માટે ટીમ ઈન્ડિયાને તેના ખિતાબનું સપનું પૂરું કરતા રોકવું અને હરવવું ઘણું મુશ્કેલ બની જશે.
જસપ્રીત બુમરાહ
બોલિંગ ઈમ્પેક્ટની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ હાલમાં દુનિયાનો નંબર વન બોલર છે. જસપ્રીત બુમરાહે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે પણ કેપ્ટન રોહિત શર્માને વિકેટની જરૂર પડી ત્યારે રોહિતે તે જવાબદારી જસપ્રિત બુમરાહને આપી. બુમરાહ T20 વર્લ્ડ કપ 2024ના ટોપ-5 વિકેટ લેનારાઓની યાદીમાં સામેલ છે. તેણે સાત મેચ રમી છે. જેમાં તેણે માત્ર 4.5ની ઈકોનોમી સાથે 13 વિકેટ લીધી છે. જો ટીમ ઈન્ડિયાએ ફાઈનલ જીતવી હોય તો જસપ્રીત બુમરાહે આ ચોકસાઈથી બોલિંગ કરવી પડશે.
કુલદીપ યાદવ
કુલદીપ યાદવ આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ટ્રમ્પ કાર્ડ સાબિત થયો છે. વેસ્ટ ઈન્ડિઝમાં વર્લ્ડ કપની શરૂઆત કરનાર કુલદીપ યાદવ અમેરિકામાં એક પણ મેચ રમ્યો નહોતો. પરંતુ તેમ છતાં તેની બોલિંગના આંકડા આશ્ચર્યજનક છે. કુલદીપ યાદવે અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાં 5.87ની ઈકોનોમીથી રન આપીને 10 વિકેટ લીધી છે. સેમીફાઈનલ મેચમાં પણ તેણે અક્ષર પટેલ સાથે મળીને ઈંગ્લેન્ડની ટીમની કમર તોડી નાખી હતી. ફાઈનલ મેચમાં તમામની નજર કુલદીપ યાદવની બોલિંગ પર અવશ્ય રહેશે.
ક્વિન્ટન ડી કોક
ક્વિન્ટન ડી કોક આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ડેવિડ મિલર પછી ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકાની ટીમનો સૌથી અનુભવી બેટ્સમેન છે. ડીકોક પેસ અને સ્પિન બંને બોલરોને વધુ સારી રીતે રમી શકે છે. અત્યાર સુધીમાં તેણે વર્લ્ડ કપની આઠ મેચોમાં 25.50ની એવરેજ અને 143.66ની સ્ટ્રાઈક રેટથી 204 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. ડી કોક પાસે પણ આઈપીએલનો ઘણો અનુભવ છે. આવી સ્થિતિમાં તેના પર દક્ષિણ આફ્રિકાની ટીમને સારી શરૂઆત કરાવવાની જવાબદારી રહેશે. જો ડી કોકનું બેટ ફરે છે. ત્યારે ભારતીય ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
એનરિક નોરખિયા
આ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની તાકાત તેમની બેટિંગ નહીં પરંતુ બોલિંગ છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાની પેસ બેટરી. જેમાં સૌથી મજબૂત કડી એનરિક નોરખિયા છે. તેણે 8 મેચમાં 5.64ની ઈકોનોમી સાથે 13 વિકેટ લીધી છે. એનરિક નોરખિયા પાસે ખૂબ જ ઝડપ છે. અને બાર્બાડોસની પિચ પર એનરિક નોરખિયા ભારતીય બેટ્સમેનોને ઘણી મુશ્કેલીઓ વધારી શકે છે.
સુપર 8માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં પણ એવું જ લાગતું હતું. દક્ષિણ આફ્રિકા મેચ હારી જશે. ત્યારપછી એનરિક નોરખિયાએ પોતાની શાનદાર બોલિંગથી ટીમને હરીફાઈમાં પરત લાવી હતી. એનરિક નોરખિયા પાવર પ્લેમાં જ ભારતીય ટીમ માટે એક કે બે વિકેટ લે તેવી શક્યતાઓ છે. જેથી તે પોતાની ટીમ માટે વિજયનો પાયો નાખી શકો.