ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર બેટર ડેવિડ વોર્નરે ટી20 વર્લ્ડ કપ 2024માંથી ઓસ્ટ્રેલિયા બહાર થતાંની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ગયા વર્ષે નવેમ્બરમાં વર્લ્ડ કપની ફાઇનલમાં તેણે છેલ્લી વનડે રમી હતી જ્યારે છેલ્લી ટેસ્ટ મેચ આ વર્ષે જાન્યુઆરીમાં રમી હતી. પોતાના 15 વર્ષના કરિયરમાં તેણે 18995 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. એક દિગ્ગજ વિસ્ફોટક ઓપનર તરીકે ક્રિકેટ ચાહકો તેને કાયમ યાદ રાખશે.
વન-ડે, ટેસ્ટ અને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
ડેવિડ વોર્નરે અગાઉ વન-ડે અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતા ચાહકોને નિરાશ થયા છે. વોર્નરે ભારત વિરુદ્ધ વર્લ્ડકપ-2023ની ફાઈનલ રમ્યા બાદ વન-ડેમાંથી સંન્યા લીધો હતો. ત્યારબાદ તેણે છેલ્લી ટેસ્ટ મેચ પાકિસ્તાન વિરુદ્ધ સિડનીમાં રમી હતી.