ચીખલી તાલુકામાં રાત્રે બે વાગ્યાના અરસામાં વરસાદનું આગમન થયું હતું અને સતત વરસાદ ચાલુ જ રહેતા ચાર કલાકમાં 22 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. રાત્રીના વરસાદથી ડાંગરના ધરુંને લાભ થવા પામ્યો હતો. જોકે સવારે થોડા કલાકો વાતાવરણ ખુલ્યા બાદ સૂરજ દાદાની સંતાકૂકડી વચ્ચે દિવસભર ગરમીનું પ્રમાણ યથાવત રહેવા પામ્યું હતુ. આ સાથે તાલુકામાં સીઝનનો કુલ 120 મીમી વરસાદ નોંધાવા પામ્યો હતો. તાલુકામાં વરસાદથી પાણીના નિકાલ વ્યવસ્થાના અભાવે માર્ગોની આજુબાજુ પાણી ભરાઇ જવા પામ્યા હતા.
ચીખલી એસ ટી બસ સ્ટેન્ડના પ્રવેશ અને નિકાસ પાસે ઉડા ખાડાઓ પડી જતાં અને તેમાં પાણી ભરાઈ રહેતા એક મોટર સાયકલ સવાર ખાડામાં ખાબકતા ઇજા થવા પામી હતી. ત્યારે એસ ટી તંત્ર ખાડા પૂરવાની તસ્દી લે તે પણ જરૂરી બન્યું છે.