તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામાં ટીચકપુરા રોડ અને મીઢોળા રીવર પરના રસ્તાનો વાહન વ્યવહાર બંધ કરી આ રસ્તા પરથી પસાર થતા વાહન વ્યવહારના રૂટ પર ડાયર્વઝન આપવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.
નાગરિકોને અવર-જવર માટે મુશ્કેલી ન પડે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તાપી-વ્યારાએ જાહેરનામું બહાર પાડી દેગામાં ટીચકપુરા રસ્તો બંધ કરી તેના બદલે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવવા જવા માટે સને-2016-17માં MMGSY તરીકે માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા બનાવવામાં આવેલ દેગામા-બાજીપુરા વ્યારા રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ જાહેરનામું તા. 22/08/2024 સુધી અમલમાં રહેશે. ઉપરોકત હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.