તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ, નિઝર, ઉચ્છલ સહિત કુકરમુંડા તાલુકાઓમાં વરસાદી મોહોલ જામ્યો છે. જ્યારે દરેક તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે.
તાપી જિલ્લાના વેહલી સવારથી આગાહીને લઈને વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે આજે વેહલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર વરસાદ વરસાવ્યો છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ફરી વખત ઠંડક પ્રસરી ગઇ છે. આજે રવિવારે મેઘરાજાએ જિલ્લામાં અમુક તાલુકાના ગામોમાં ધમાકેદાર શરૂઆત કરી છે અને ખેડૂતોને રાહત મળી હતી. ત્યારે ઉચ્છલ 1 MM, વ્યારા 33 MM, સોનગઢ 26 MM, વાલોડ 34 MM, કુકરમુંડા 4 MM, સહિત ડોલવણ 27 MM જ્યારે નિઝર તાલુકામાં નહિવત વરસાદ છે. જેને લઇ ખેડૂતોએ રાહત અનુભવી હતી.