મહારાષ્ટ્રના ખાપરથી બે કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને ગુજરાતમાં ભરૂચ, નેત્રંગ ઝગડીયા બાજુ લઇ જતા બે બુટલેગરોની બાતમી એ.એસ.પી લોકેશ યાદવ અને ડેડીયાપાડા પોલીસને મળતા રાત્રિના પોલીસે ચેકીંગ કરી મોટો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રોહીની ગેરકાયદેસર રીતે થતી ઘુસણખોરીને રોકવા સારૂ સઘન વાહન ચેકીંગ તથા પ્રોહીની ચોક્કસ બાતમી હકીકત મેળવી ગેરકાયદેસર થતી પ્રવુત્તિઓ અટકાવવા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની કડક સૂચનાના અનુસંધાને ASP લોકેશ યાદવને બાતમી મળી હતી.
બે ફોર વ્હીલ ગાડીઓ મહારાષ્ટ્ર રાજ્યના ખાપર ખાતેથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ ભરી સાગબારા થઈ ડેડીયાપાડા તરફ આવનાર છે. જે બાતમી હકીકત આધારે ડેડીયાપાડા પી.આઈ પી.જે.પંડ્યાએ બાતમી હકીકતથી વાકેફ કરી ગાડીઓની વોચ તપાસમાં રહેવા સુચન કરતા લોકેશ યાદવના સીધા માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડા પોલીસની આખી ટીમ સર્વેલન્સ સ્ટાફના તથા બીજા પોલીસ સ્ટાફના માણસો ડેડીયાપાડા માચ ચોકડી ખાતે હાજર રહી સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
ચેકીંગ દરમયાન બાતમીવાળી બન્ને ગાડીઓ આવી હતી. આ શંકાસપદ ગાડીઓને ઉભારી રાખી રોકવાનો પોલીસે ઈશારો કરતા ગાડીઓના ચાલકોએ ગાડી પૂર ઝડપી ભગાડી અને ઉભી રાખી નહિ. પોલીસ તેમની પાછળ દોડી પકડી પાડશે એવા ડરથી જાતે ગાડી થોડે દૂર ઉભી રાખી સ્થળ ઉપર ગાડીઓ ચાલક તથા તેમની સાથેના અન્ય સાગરીતો અંધારાનો લાભ લઈ જંગલ તરફ નાશી ગયા હતા. પોલીસે ગાડીઓને કબ્જે લઇ તપાસ કરતા બન્ને ગાડીઓમાથી ભારતીય બનાવટનો ઇંગ્લિશન દારૂની નાની મોટી બોટલો 2,140 જેની કિંમત 2,61,200 તથા બન્ને ગાડીઓની કિં.15 લાખ મળી કુલ 17,61,200નો મુદ્દામાલ ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યો હતો.
ડેડીયાપાડા પોલીસે સ્થળ ઉપરથી ગાડીઓ મુકી નાશી જનાર તથા પકડાયેલા વિદેશી દારૂ કોને આપ્યો અને કોણે ગુજરાતમાં મંગાવ્યો હતો. જે બાબતની તપાસ પો.ઇન્સ. પી. જે. પંડયા કરી રહ્યા છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ સ્થળ ઉપરથી ગાડી મકી નાશી જનાર વ્યક્તિઓની પ્રાથમિક તપાસ કરતા એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ફળિયામાં રહેતા મિતેશ ઉર્ફે કાલો ઇશ્વર વસાવા અને બીજો પ્રકાશ ઉર્ફે પક્કો વિનોદ વસાવા અને ત્રીજો નિલેશ કાલિદાસ વસવાને માલ આપનાર ખાપર ગામના વિક્કી ઉર્ફે વડર રવિ સિંધે, જ્યારે આ માલ મગાવનાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના અશોક કેશરી માલી અને ઝગડીયા વાસણા ભગત ફળિયાના મહેશ લીમજી વસાવા આ 6 જેટલાના નામ જાહેર થયા છે. જેમને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.