વડોદરા શહેરમાંની કાળજું કંપાવનારી ઘટના બની છે. અહીં હરણી તળાવમાં બોટ ડૂબી જતાં સાતથી વધુ વિદ્યાર્થીના મોત થયા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે આવ્યા હતા.તેમની સાથે શિક્ષકો પણ હતા.
હરણી તળાવમાં એક બોટમાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો બેઠા હતા. તળાવના મધ્યમાં જ અચાનક બોટ પલટી મારી ગઈ અને બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબી ગયા હતા. જો કે કેટલાકને તો બહાર કાઢી લેવાયા. પરંતુ 10થી વધુ વિદ્યાર્થી અને 2 શિક્ષકોના ડૂબી જવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ દોડી આવી... અને 13 બાળકોને સલામત રીતે બહાર કઢાયા..હરણી બોટનો કોન્ટ્રાક્ટ ત્રીસ્ટાર એન્ટરપ્રાઈઝને અપાયો હતો 16ની ક્ષમતાવાળી બોટમાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષક... એમ કુલ 27 લોકોને બેસાડાયા હતા. ચોંકાવનારી વાત તો એ કે, માસૂમ બાળકોને લાઈફ જેકેટ પણ ન હતો અપાયું છે.
વડોદરામાં બનેલ ઘટનાને લઈ શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી છે. શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે વડોદરાની ઘટના માટે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકના પરિવારોને સાંત્વના પાઠવી છે. આવનારા સમયમાં જે જવાબદારો હશે તેની સામે કાર્યવાહી કરવાની બાંહેધરરી આપી છે.