નવા વર્ષમાં વધુ એક 'યુદ્ધ': UK અને USએ ભેગા થઈને યમનમાં હુથી બળવાખોરોના ઠેકાણા પર હુમલા શરૂ કર્યા

0
યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે મોડી રાત્રે એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે, જો જરૂર પડશે તો તેઓ આગળની કાર્યવાહી કરવામાં અચકાશે નહીં


  • અમેરિકા અને બ્રિટને યમનમાં હુથી બળવાખોરો સાથે જોડાયેલા ઠેકાણા પર હુમલા શરૂ કર્યા
  • સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર યમને તેના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટોની પુષ્ટિ કરી
  • યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે મોડી રાત્રે જ એક નિવેદનમાં આપી હતી ચેતવણી
અમેરિકા અને બ્રિટને યમનમાં હુથી બળવાખોરો સાથે જોડાયેલા ઠેકાણા પર હુમલા શરૂ કર્યા છે. ઈરાન સમર્થિત મિલિશિયા જૂથે ગયા વર્ષના અંતમાં લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. અમેરિકા અને બ્રિટન દ્વારા હુથીઓના સ્થાનો પર હુમલો તેનું પરિણામ હોવાનું કહેવાય છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર યમન તેના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે મોડી રાત્રે એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે, જો જરૂર પડશે તો તેઓ આગળની કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહ સ્થાનો પર બોમ્બમારો ચાલુ છે.

અહેવાલો અનુસાર ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 140 થી વધુ હિઝબુલ્લાહ લડવૈયાઓ માર્યા ગયા છે તો 9 ઇઝરાયેલ સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો છે. યમનમાં હુથી બળવાખોરોના ઠેકાણાઓ પરના હુમલા અંગે જો બિડેને કહ્યું, આ લક્ષિત હુમલાઓ સ્પષ્ટ સંદેશ છે કે, અમેરિકા અને અમારા સહયોગી દેશો તેમના જવાનો પરના હુમલાને સહન કરશે નહીં અથવા કોઈને પણ દરિયાઈ વેપાર માર્ગોની સ્વતંત્રતા પર ખતરો ઊભો કરવાની મંજૂરી આપશે નહીં.

યમનમાં કઈ કઈ જગ્યાએ થયા હુમલા ?
બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યમનમાં હુથી સ્થાનો પરના હુમલા બાદ એવા પ્રારંભિક સંકેતો છે કે, વેપારી જહાજોને નિશાન બનાવવાની તેમની ક્ષમતાને ફટકો પડ્યો છે. હુથીના એક અધિકારીએ યમનની રાજધાની સના, તેમજ સાદા, ધમાર અને હોદેઇદા પ્રાંતના શહેરો પર હુમલાની પુષ્ટિ કરી અને તેને યુએસ-ઇઝરાયેલ-યુકે આક્રમણ ગણાવ્યું. એક અમેરિકન અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, હુથી સ્થાનો પર યુદ્ધ વિમાનો, નૌકાદળના જહાજો અને સબમરીન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા.

આ સાથે અધિકારીએ જણાવ્યું હતું કે, એક ડઝનથી વધુ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેનો હેતુ હુથી બળવાખોરોની સૈન્ય ક્ષમતાઓને નબળી પાડવાનો હતો. લાલ સમુદ્રમાં વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવા અંગે હુથીઓએ કહ્યું હતું કે, તેમના હુમલા ગાઝાને નિયંત્રિત કરતા પેલેસ્ટિનિયન ઇસ્લામિક જૂથ હમાસના સમર્થનમાં હતા. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 1200થી વધુ ઈઝરાયેલના નાગરિકો માર્યા ગયા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે ગાઝામાં હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. ઈઝરાયેલના સૈન્ય હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.

લાલ સમુદ્રમાં અત્યાર સુધીમાં 27 વેપારી જહાજો પર હુમલો
હમાસના સમર્થનમાં હુથી વિદ્રોહીઓએ અત્યાર સુધીમાં લાલ સમુદ્રમાં 27 વેપારી જહાજો પર હુમલો કર્યો છે. આનાથી યુરોપ અને એશિયા વચ્ચેના મુખ્ય દરિયાઈ માર્ગ પરના આંતરરાષ્ટ્રીય વેપારમાં વિક્ષેપ પડ્યો છે, જે વિશ્વના શિપિંગ ટ્રાફિકના લગભગ 15% વહન કરે છે. અગાઉ ગુરુવારે એક હુથી નેતાએ કહ્યું હતું કે, યુએસ હુમલાનો જવાબ આપવામાં આવશે. ગૃહયુદ્ધમાં યમનના મોટા ભાગનો કબજો મેળવનાર હુથી બળવાખોર જૂથે ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજો અથવા ઇઝરાયેલના બંદરો તરફ પ્રયાણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. જોકે તેઓએ જે જહાજોને નિશાન બનાવ્યા તેમાંના ઘણાનો ઈઝરાયેલ સાથે કોઈ સંબંધ નહોતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top