T20 રેન્કિંગમાં ભારતીય ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને અને ઓલરાઉન્ડર અક્ષર પટેલને મોટો ફાયદો થયો છે.
- ICC દ્વારા T20 રેન્કિંગ જાહેર કરાયુ
- યશસ્વી જયસ્વાલને અને ઓલરાઉન્ડર અક્ષર પટેલને મોટો ફાયદો
- જયસ્વાલ 13મા સ્થાનેથી સીધો છટ્ઠા સ્થાને આવી ગયો
ICC દ્વારા જાહેર કરવામાં આવેલ T20 રેન્કિંગમાં ભારતીય ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને અને ઓલરાઉન્ડર અક્ષર પટેલને મોટો ફાયદો થયો છે. કારણ કે તેની એન્ટ્રી ટોપ-10માં એન્ટ્રી થઇ ગઈ છે. જયસ્વાલ 13મા સ્થાનેથી સીધો છટ્ઠા સ્થાને આવી ગયો છે. આ રેન્કિંગ તેના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાંનું છે. હાલ તેના રેન્કિંગ પોઈન્ટ્સ 739 છે. આ સાથે જ અક્ષર પટેલે 12માં સ્થાનેથી સીધો જ 10માં સ્થાન પર આવી ગયો છે. બોલરની રેન્કિંગમાં 10માં સ્થાન પર આવી ગયો છે. બંને ખેલાડીઓને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 સિરિઝની પહેલી 2 મેચમાં સારૂ સ્થાન મેળવવાના કારણે આ ફાયદો થયો છે.
યશસ્વી સીરિઝ પહેલા મેચમાં રમી શક્યો ન હતો. તેને બીજા ટી-20માં વાપસી કરી અને ઈન્દોરમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેથી તે ટોપ 10માં આવી ગયો છે. જેને સાતમુ સ્થાન મેળવ્યું છે. યશસ્વીનું 739 રેટિંગ રેંક છે. જેથી ભારતના ત્રણ બેટ્સમેન હવે ટોપ-3માં આવી ગયા છે. આ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવને 869 પોઈન્ટ મળ્યા છે અને તે પહેલા સ્થાન પર છે. સૂર્યા અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાનાર સિરિઝમાં નહીં રમે પણ તેનું સ્થાન ટોચ પર જ રહેશે. તે ઈજાગ્રસ્ત હોવાના કારણે અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી T20I સીરિઝનો ભાગ બની શકશે નહીં.
બાબર આઝમને એક સ્થાનનો ફાયદો મળ્યો
ઈંગ્લેન્ડનો બેટ્સમેન ફિલ સોલ્ટ 802 રેટિંગ પોઈન્ટ સાથે રેન્કિંગમાં બીજા સ્થાન પર છે. જ્યારે પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 775 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમને એક સ્થાનનો ફાયદો થયો છે. બાબરે ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝની પહેલી ત્રણ મેચમાં અડધી સદી ફટકારી હતી. જો કે તેના રેન્કિંગમાં ત્રીજી અડધી સદીનો કોઈ ફાયદો થયો ન હતો જે પોઈન્સ તેના નેક્સ્ટ રેકિંગમાં એડ કરવામાં આવશે. બાબરના અત્યારે 763 રેટિંગ પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાના એઇડન માર્કરામને એક સ્થાનનું નુકસાન થયું છે કારણ કે તેનું રેટિંગ 755 છે. જેથી તે પાંચમા સ્થાને છે.
ઋતુરાજ ગાયકવાડને થયું નુકસાન
રેન્કિંગમાં 6ઠ્ઠા સ્થાન પર યશસ્વી અને સાતમા સ્થાને રાઈલી રૂઝો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર અને ભારતીય બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડને એક-એક સ્થાનનું સહન કરવાનો વારો આવ્યો છે. બટલર 680 રેટિંગ પોઈન્ટ સાથે આઠમા સ્થાન પર છે જ્યારે ગાયકવાડ 661 રેટિંગ પોઈન્ટ સાથે નવમા સ્થાન પર છે.. જ્યારે સાઉથ આફ્રિકાના રીઝા હેન્ડ્રિક્સના 660 રેટિંગ પોઈન્ટ છે અને 10માં સ્થાન પર છે.