તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ તથા ૫૧ નવિન બસોનું લોકાર્પણ રમતગમત,યુવક સેવા, સાંકૃતિક વિભાગ અને વાહન વ્યવહારના રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે વાહન વ્યવહારના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સમગ્ર જિલ્લાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે આ અદ્યતન સેવાઓથી સંપ્પન બસ સ્ટેન્ડ નાગરિકોની સુવિધામાં વધારો કરશે. સોનગઢ બસ સ્ટેન્ડ ઉપર 538 બસો દૈનિક ધોરણે અપડાઉન કરે છે. સોનગઢથી મહારાષ્ટ્ર આવન જાવન કરવા માટે પણ રાજ્ય સરકારે ધુલીયા અને નાગપુર સુધી 130 બસોનું સંચાલન કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે. એમ જણાવી બસ, એ મુસાફરોની જીવાદોરીનું માધ્યમ છે. બસ એ લાખો લોકોને પોતાની મંજિલ સુધી પહોચાડી સૌના સપના પુરા કરે છે તેમ કહ્યું હતું.
સમગ્ર રાજ્યમાં 2800 નવા સ્વચ્છતા કર્મચારીઓ નવા બનાવેલ બસ સ્ટેન્ડ ઉપર ઉપબ્ધ કરાવ્યા છે. સરકાર તમામ સુવિધાઓ આપે છે. પણ તેની જાણવણી કરવાની અને એક જાગૃત સમાજ તરીકે સુવિધાઓને સાચવવાની આપણી ફરજ છે એમ જણાવી સૌને પોતાની આસપાસ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાણવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવીન બસો અને બસ સ્ટેન્ડનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે રાજ્યને સમર્પિત ૫૧ બસને લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવી નવી બસોમાં સ્વયં સવારી પણ કરી હતી.આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામીત, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ, જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, સુરત વિભાગીય નિયામક પી.વી.ગુર્જર, નિગમ સચિવ રવિ નિર્મળ, જનરલ મેનેજર એસ.ટી.નિગમ એસ.કે.ડાબી અને સોનગઢ ડેપો મેનેજર ઝેડ.એમ.શેખ સહિત વિવિધ મહાનુભાવો અને સોનગઢ તાલુકાના નગરજનો ઉપસ્થિતિ રહ્યા હતા.