- જાપાનના ગયા વર્ષે ચંદ્ર પર લેન્ડિંગ કરવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો.
- SLIM લેન્ડરમાં એડવાન્સ ઓપ્ટિકલ અને પ્રોસેસિંગ ટેકનોલોજી લાગેલી છે : તેની સાથે એક્સ-રે ઇમેજિંગ એન્ડ સ્પેકટ્રોસ્કોપી મશીન પણ ગયું છે.
જાપાનનુ SLIM લેન્ડર સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરી ચૂક્યું છે. આ સાથે જાપાન ચંદ્ર પર ઉતરાણ કરવાની સિદ્ધિ મેળવનારો પાંચમો દેશ બન્યો છે. આ પહેલા ભારત, રશિયા, અમેરિકા અને ચીન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. SLIMનો અર્થ થાય છે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન. SLIM એ તે જ વિસ્તારમાં લેન્ડિંગ કરી છે જે ચંદ્રના ધુ્રવીય વિસ્તારમાં છે. અહીંમહત્ત્વની વાત એ છે કે લેન્ડિંગ માટે જે સ્થળ પસંદ થયું હતું તે સ્થળની આસપાસ જ ચોકસાઈપૂર્વક લેન્ડિંગ થઈ હતી.
ભારત, અમેરિકા, રશિયા અને ચીનની હરોળમાં જાપાન જોડાયું : પાંચ મહિનામાં ચંદ્ર પર પહોંચેલા લેન્ડરને નિયત સ્થળે ઉતરવામાં સફળતા
જાપાનની સ્પેસ એજન્સી જએએક્સએએ જણાવ્યું હતું કે લેન્ડિંગ માટે ૬૦૦ બાય ૪,૦૦૦ કિ.મી.નો વિસ્તાર શોધવામાં આવ્યો હતો. SLIM આ વિસ્તારમાં લેન્ડિંગ કર્યુ છેસ્લિમે જે વિસ્તારમાં લેન્ડિંગ કર્યુ છે તે ચંદ્રના ધુ્રવીય વિસ્તારમાં છે. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે લેન્ડિંગ માટે જે સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું ત્યાં યાને એકદમ ચોકસાઇપૂર્વક લેન્ડિંગ કરી.
તેનું કારણ હતું કે જાપાનનું લક્ષ્યાંક હતું કે લેન્ડિંગ સ્થળના ૧૦૦ મીટરના વિસ્તારમાં જ તેનું સ્પેસક્રાફટ ઉતરે. હવે તેને તેમા સફળતા મળી ચૂકી છે.
તેની લેન્ડિંગ સાઇટનું નામ શિયોલી ક્રેટર છે. તેને ચંદ્ર પર સૌથી વધુ અંધારાવાળો વિસ્તાર કહેવાય છે. એક બીજી સંભવિત લેન્ડિંગ સાઇટ મેયર નેક્ટારિસ પણ છે. તેના ચંદ્રનો સમુદ્ર કહેવાય છે. SLIMમાં એડવાન્સ ઓપ્ટિકલ અને પ્રોસેસિંગ ટેકનોલોજી લાગેલી છે. તેની સાથે એક્સ-રે ઇમેજિંગ એન્ડ સ્પેક્ટ્રોસ્કોપી મશીન પણ ગયું છે. તે ચંદ્ર પર ચારેય બાજુ ચક્કર લગાવતા તેના પર વહેતી પ્લાઝમા હવાની ચકાસણી કરશે, જેના લીધે બ્રહ્માંડમાં તારાઓ અને આકાશગંગાઓના સર્જનની ખબર પડી શકે. તેને જાપાન, નાસા અને યુરોપીયન સ્પેસ એજન્સીએ મળીને બનાવ્યું છે.