અંજારની KEMO Steel ઈન્ડસ્ટ્રીમાં ભઠ્ઠી ઉભરાતા એકનું મોત, અન્ય 7થી વધુ ઇજાગ્રસ્ત

0
ઈજાગ્રસ્તોમાંથી 4 લોકોની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા તો અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં


  • કચ્છમાં KEMO Steel ઈન્ડસ્ટ્રીમાં ભઠ્ઠી ઉભરાઈ જતા 7ને ઈજા, 1નું મોત
  • અંજારના બુઢારમોરમાં આવેલી સ્ટીલ કંપનીમાં બની ઘટના
  • ઈજાગ્રસ્તોમાંથી 4 લોકોની ગંભીર હાલત
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત 4 લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
  • સ્ટીલ પીગળાવવાની કામગીરી દરમિયાન બની ઘટના
કચ્છના અંજારથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અંજારના બૂઢારમોરા માં KEMO Steel કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી છે. વિગતો મુજબ સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ 1 નું મોત થયું તો 4 ની હાલત અત્યંત નાજુક હોવાના કારણે તેઓને તાત્કાલિક અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં રિફર કરાયા છે. આ તરફ સ્ટીલ પીગળાવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ સાથે મજૂરોનાં શરીરમાં અત્યંત ગંભીર ઈજાઓ હોવાનું પણ ખૂલ્યું છે.

કચ્છના અંજારના બૂઢારમોરામાં આવેલ KEMO Steel કંપનીમાં દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ સ્ટીલ પિગળાવતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતા દુર્ઘટના સામે આવી હતી. જેમાં ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તરફ ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. પ્રાથમિક વિગતો મુજબ અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને લઈ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top