કોવિડ 19ના સતત વધી રહેલા કેસોને લઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવી સ્થિતિ વચ્ચે કોવિડના સબ-વેરિયન્ટ JN.1ના કેસ પણ વધી રહ્યા છે.
- કોવિડ 19ના સતત વધી રહેલા કેસોને લઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ
- JN.1 કેસની કુલ સંખ્યા 196 પર પહોંચી ગઈ
- અત્યાર સુધીમાં કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 ના કુલ 196 કેસ
કોહરમ મચાવ્યા બાદ માંડ શાંત પડેલો કાળમુખો કોરોના વધુ એક વખત ડરામણું રૂપ ધારણ કરી રહ્યું છે. કોવિડ 19ના સતત વધી રહેલા કેસોને લઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવી સ્થિતિ વચ્ચે કોવિડના સબ-વેરિયન્ટ JN.1ના કેસ પણ વધી રહ્યા છે. તેવામાં આજે નવા વર્ષના પ્રારંભે સોમવારે તા.1 જાન્યુઆરીના રોજ, JN.1 કેસની કુલ સંખ્યા 196 પર પહોંચી ગઈ છે. INSACOG ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 ના કુલ 196 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.
ઓડિશામાં પણ આ નવા વેરિયન્ટનો કેસ આવી રહ્યો છે
INSACOG અનુસાર વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં દેશના દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાયરસના JN.1 પેટા પ્રકારોના કેસ મળી આવ્યા છે. ઓડિશામાં પણ આ નવા વેરિયન્ટનો કેસ આવી રહ્યો છે. આ સાથે ઓડિશા પણ તે રાજ્યોમાં સામેલ થઈ ગયું છે. જ્યાં JN.1 કેસ મળી આવ્યા છે.
કેરળમાં સૌથી વધુ નવા કેસ
ખાસ વાત એ છે કે કેરળમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કેરળમાંથી JN.1 ના 83 કેસ સામે આવ્યા છે. બાદમાં ગોવામાં 51, ગુજરાતમાં 34, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2 અને ઓડિશા અને દિલ્હીમાં એક-એક કેસ સત્તાવાર સામે આવ્યા છે.
5.3 લાખથી વધુ લોકોના મોત
JN.1 પ્રકારના કેંસો સતત વધી રહ્યા છે. ડિસેમ્બરમાં દેશભરમાં નોંધાયેલા કુલ કોવિડ કેસમાંથી, JN.1 પ્રકાર 179 કેસો નોંધાયા છે. જ્યારે નવેમ્બરમાં 17 કેસ નોંધાયા હતા. આજે આરોગ્ય મંત્રાલયના જણાવાયા અનુસાર ભારતમાં કોવિડ -19 ના 636 નવા કેસ નોંધાયા છે. આ જેમાં એક્ટિવ કેંસની સંખ્યા વધીને 4,394 થઈ ગઈ છે. જ્યારે બે કેરળ અને એક તમિલનાડુના સહિત અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. જાન્યુઆરી 2020 માં દેશમાં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી, અત્યાર સુધીમાં 4.50 કરોડ (4,50,13,908) કેસ નોંધાયા છે. લગભગ ચાર વર્ષમાં આ વાયરસને કારણે દેશભરમાં 5.3 લાખથી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. ઓમિક્રોન કરતાં ખતરનાક છે JN.1!