ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 70,000થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ 70,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓમાંથી 14,000 પ્રજાસત્તાક દિવસની પરેડની સુરક્ષા માટે કર્તવ્ય પથમાં અને તેની આસપાસ તૈનાત કરવામાં આવશે.
પરેડ લશ્કરી બેન્ડ સાથે શરૂ થશે નહીં
100 થી વધુ મહિલા કલાકારો સાથે પ્રથમ વખત પરેડ શરૂ થશે
પરંપરાગત લશ્કરી બેન્ડને બદલે શંખ, નાદસ્વરમ, નગારા જેવા ભારતીય સંગીતનાં સાધનો વગાડીને 100 થી વધુ મહિલા કલાકારો સાથે પ્રથમ વખત પરેડ શરૂ થશે. ભારતીય વાયુસેનાના ફ્લાય-પાસ્ટ દરમિયાન લગભગ 15 મહિલા પાયલટ પણ 'નારી શક્તિ'નું પ્રતિનિધિત્વ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની ટુકડીઓમાં પણ ફક્ત મહિલા કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવશે. ગણતંત્ર દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે.