ડોલવણનાં કેલવણ ગામે બાઈક ચાલકે પોતાના બાઇક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોત

0
ડોલવણનાં કેલવણ ગામનાં વળાંકનાં પુલિયા પાસે એક બાઈક ચાલકે પોતાના બાઇક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર મોત નિપજ્યું હતું, જયારે એક યુવકને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં ઇન્દુ ગામનાં વડ ફળિયામાં રહેતો એલિશ શિરીષભાઇ વસાવા (ઉ.વ.18) અને ઋત્વિક રાજુભાઈ પટેલ (રહે.ઈન્દુ ગામ, નિશાળ ફળિયું, વ્યારા)નાંઓ મળી તેમના મિત્ર મેહુલની જન્મ દિવસની ઉજવણી કરી આંબાપાણી ગામથી પરત ઘરે આવતાં હતા.



ડોલવણ તાલુકાનાં કેલવણ ગામે આવેલ પુલિયાનાં વળાંકમાં ઋત્વિકએ પોતાના કબ્જાની બજાજ પલ્સર NX200 બાઇક નંબર GJ/26/AF/5085ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક અચાનક સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો, જયારે આ અકસ્માતમાં બાઇક ચાલક ઋત્વિકને ગંભીર ઈજા થતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું અને પાછળ બેસેલ એલિશને શરીરે નાની-મોટી ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે એલિશ વસાવાએ ડોલવણ પોલીસ મથકે બાઇક ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top