સુરત: પ્રેમીએ પ્રેમિકાની સગાઈ થઈ જતા પ્રેમિકાના ઘરમાં ઘુસી પ્રેમિકાને ચપ્પુ માર્યું

0

  • યુવક ગંભીર રીતે દાજી પ્રેમમાં પાગલ બનેલા યુવાને પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી પોતાના પરજ આગ લગાવી દીધી.
  • આ ઘટનામાં પ્રેમી યુવાન ભડથું થઈ ગયો હતો અને ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.
  • યુવતી ને ગંભીર હાલત માં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

સુરતના પાસોદ્રામાં પ્રેમીએ પ્રેમિકાની સગાઈ થઈ જતા પ્રેમિકાના ઘરમાં ઘુસી પ્રેમિકાને ચપ્પુ માર્યું હતું. યુવતીની બહેન વચ્ચે પડતા તેને પણ ચપ્પુ મારી દીધું હતું ત્યારબાદ પ્રેમી યુવકે પોતાના પરજ જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. અને યુવતીને બાથ ભીડી દીધી હતી. જેમાં યુવતી દાજી ગઈ હતી. જ્યારે યુવક ગંભીર રીતે દાજી જતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. યુવતીને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


સુરતના સરથાણા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ પાસોદ્રાના ઓમ ટાઉનશિપમાં હૈયું હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. આજથી છ મહિના પહેલા ઓમ ટાઉનશિપમાં રહેતી યુવતી અને તેજ ટાઉનશિપમાં રહેતા યુવકને પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે બે દિવસ પહેલા યુવતીની સગાઈ નક્કી થઈ ગઈ હતી. આ વાતનો દ્વેષ રાખી પ્રેમી યુવક અંકિત જયંતિ ભાંભળા યુવતીના ઘરે ઘુસી ગયો હતો. યુવતીના માતા-પિતા સાડી પાલિસનું કામ કરતા હોવાથી ઘરે માત્ર બે બહેનો જ હતી. ઘરમાં ઘુસેલા યુવાને પહેલા પ્રેમિકાને ચપ્પાના ઘા માર્યા હતા અને તેને બચાવવા જતા બીજી બહેનને પણ હાથના ભાગે ચપ્પાના ઘા વાગ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top