તાપી જિલ્લાના સોનગઢ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી તાપી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત,જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.આઝાદીના અમૃતકાળના યાદગાર પર્વ નિમિત્તે તાપી જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કરવામાં આવેલ વિકાસ કાર્યો તથા સરકારશ્રીની યોજનાકીય સિધ્ધિઓને ઉજાગર કરતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
વિકાસ વાટિકા ના માહિતીસભર સંપૂટને સૌ મહાનુભાવોએ બિરદાવી હતી.કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીના સંયુક્ત પરામર્શથી તૈયાર કરવામાં આવી છે. જેમાં તાપી જિલ્લાના ઈતિહાસની ઝાંખી,વિવિધ વિભાગોની કામગીરી તથા સરકારશ્રી ની સિધ્ધિઓ સહિત પ્રવાસન, રસ્તા, પાણી,સિંચાઈ,પ્રાકૃતિક ખેતી,વીજળી,આરોગ્ય,શિક્ષણ,મત્સ્યોદ્યોગ જેવા અનેક વિષયો આવરી લેવામાં આવ્યા છે. સહાયક માહિતી નિયામકશ્રી નિનેશકુમાર ભાભોર અને જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.લેઉવા એ સંપાદન કાર્યમાં ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ટેકનીકલ આસીસ્ટન્ટ અલ્કેશકુમાર ચૌધરી અને સંપાદન શાખાની માહિતી મદદનીશ બહેનો વૈશાલી પરમાર,સંગીતાબેન ચૌધરી તેમજ આયોજન અને માહિતીના વિભાગના કર્મચારીઓએ પુસ્તિકા બનાવવા માટે કર્મયોગી ભાવનાથી ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે ફોટોગ્રાફર તરીકે અર્પિત ગામીતે સેવા આપી હતી. સમગ્ર આર્ટવર્ક અને ડિઝાઈન ક્રેઓન ક્રિએટીવ એન્ડ મીડિયા એજન્સી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકા વિદ્યાર્થીઓ તથા અભ્યાસુઓ માટે જ્ઞાનવર્ધક બની રહેશે.