તાપી જિલ્લા સેવા સદન ખાતેથી ઇ.વી.એમ મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

0

  • ઇ.વી.એમ. નિદર્શન વાન ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી પુરી પાડશે
  • મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામાં આવશે
  • જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિપિન ગર્ગના હસ્તે ઇ.વી.એમ  નિદર્શન વાનને લીલી ઝંડી આપી

તાપીજિલ્લાના વડુમથક વ્યારા ખાતે ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી EVMના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો- વિઝયુઅલની વ્યવસ્થાથી સજ્જ LED વાનને તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિત જિલ્લા વિકાસ અધિકારી વી.એન શાહે અને નાયબ જિલ્લા ચુટંણી અધિકારીશ્રી બી એચ ઝાલા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર બોરડ સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થીતીમાં જિલ્લા સેવા સદન ખાતેથી લીલી ઝડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. તાપી જિલ્લાના તમામ મતદાર વિભાગમાં મોબાઇલ નિદર્શન વાનના માધ્યમથી ઈ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે.


ઇ.વી.એમ. નિદર્શન વાન તાપી જિલ્લાના દરેક બુથ પર જઇને ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી પુરી પાડશે. તેમજ વાનમા રાખવામાં આવેલ ઇ.વી.એમ. મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામાં આવશે.

મતદાર પોતે જે નામાકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ, તથા ચિહ્ન ઇ.વી.એમ./વીવીપેટ મશિનમા ક્યાં આવશે, મત આપવા કયા બટનનો ઉપયોગ કરવો, તથા મત જે ઉમેદવારને આપ્યો છે તેને જ મત મળેલ છે કે કેમ તેની ખાતરી કરવા માટે દરેક બુથ દીઠ ઇ.વી એમ /વીવીપેટ નિદેર્શન વાન માહિતી પુરી પાડશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા નાગરિક પુરવઠા અધિકારી નેહા સવાણી, વ્યારા મામલતદાર એચ જે સોલંકી, સહિત જિલ્લા ચુંટણી વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top