કોહલીનો વધુ એક વિરાટ રેકોર્ડ, ચોથી વખત મળ્યો ‘વનડે પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ

0
આઈસીસી દ્વારા વર્ષ 2023ના પુરસ્કારોની જાહેરાત કરાઈ છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વર્ષ 2023 માટે વનડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ચોથી વખત વિરાટ કોહલીને આ એવોર્ડ મળ્યો છે. અત્યાર સુધી કોઈ બેટ્સમેનને ચાર વખત ‘વન ડે પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો નથી.






વિરાટ કોહલી માટે વર્ષ 2023 શાનદાર રહ્યું

ભારતમાં રમાયેલા આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 દરમિયાન વિરાટ કોહલીએ ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી.વિરાટે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો 49 વનડે સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો અને 50 સદી પૂરી કરી લીધી છે. વિરાટ કોહલી આ વર્ષે વર્લ્ડ કપમાં 765 રન બનાવ્યા હતા, જે કોઈપણ વનડે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન છે. વિરાટે આ વર્ષે કુલ 1377 રન બનાવ્યા છે. હવે વિરાટ વિશ્વનો એવા ખેલાડી બની ગયો છે જેણે આઠમી વખત વનડેમાં એક વર્ષમાં એક હજારથી વધુ રન બનાવ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top