કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિંટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ. આ માંગ સાથે ટ્રક ચાલકોએ પોતાની ટ્રકો-વાહનો રસ્તાઓ પર પાર્ક કરી હતી.
કેન્દ્રના હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો છે, રાજ્યમાં ઠેર ઠેર ડ્રાઇવરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, આ બધાની વચ્ચે હવે તાપી જીલ્લામાં ડ્રાઇવરો પણ હડતાળમાં જોડાયા હતા. કેન્દ્રના હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં તાપી જીલ્લાના વડુ મથક ખાતે રેલી કાઢીને કયદાના વિરોધમાં તાપી જીલ્લાનાં કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ.
હિટ એન્ડ રન, નવા કાયદામાં શું છે જોગવાઇઓ ?
ક્રિમિનલ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવિત ઈન્ડિયન જસ્ટિસ કૉડ 2023માં જો કોઈ વ્યક્તિની બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો આરોપીને મુક્ત થવું આસાન નહીં હોય. આઈપીસીની કલમ 104 હેઠળ બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે અથવા ઉતાવળ અથવા બેદરકારીભર્યા કૃત્ય દ્વારા મૃત્યુનું કારણ બને છે તે ગુનામાં બે વર્ષ સુધીની મુદતની કેદની સજા અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે. જોકે હવે પ્રસ્તાવિત બિલમાં ઓછામાં ઓછી સાત વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે ગુનામાં દોષિત હત્યા ન થાય, જેમાં આરોપી ઘટના સ્થળેથી ભાગી જાય અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે, તે બંને સજાને પાત્ર છે, એટલે કે કેદ અને દંડ કરવામાં આવશે. તેની અવધિ દસ વર્ષ સુધીની હોઈ શકે છે અને દંડ પણ લાદવામાં આવી શકે છે.