વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે કોઈ પણ એડવોકેટ આરોપીનો કેસ નહીં લડે, વડોદરા બોટ ટ્રેજેડીને લઇ વકીલ મંડળનો મોટો નિર્ણય
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે વડોદરાના વકીલ મંડળએ મહત્વનો નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ કે, કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહી લડે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
વકીલ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી
હરણી તળાવમાં 17 જેટલા લોકોના મૃત્યું થયા છે. આ ગોઝારી દૂર્ઘટનાના પગલે વકીલ મંડળે સરાહનીય નિર્ણય કર્યો છે. વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહી લડે તેવો એકાત દર્શી નિર્ણય લેવાયો છે