ચૈતર વસાવાને કોર્ટે આપી શરતી જામીન મંજુર કર્યા, લાંબા સમયથી જેલમાં બંધ હતા

0
નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરોને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી. જે કેસમાં લાંબા સમયથી જેલમાં બંધ હતા. ત્યારે આજ રોજ કોર્ટે કેટલીક સરતો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન મંજુર કર્યા છે.


આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જમીન મળ્યા છે. અંદાજે 40 દિવસ બાદ આપના ધારાસભ્યને જામીન મળ્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટના ઘારાસભ્ય ચૈતરના જામીનથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી શકે છે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન્સ જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજુર કર્યા છે. આવતીકાલે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે.

આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની શરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રેહવાનું રહેશે.


કોર્ટ દ્વારા જામીન મંજુર કરતા આ શરતો આપવામાં આવી

1. અરજદારે રૂ.1,00,૦૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરાના બે જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા આપવાના રહેશે.

2. અરજદાર/આરોપીએ ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ કરવો નહી. માત ચાર્જ ફ્રેમ કરતી વખતે તથા વિશેષ નિવેદન વખતે જયારે અરજદારની હાજરી અનિવાર્ય હોય ત્યારે જ તેમણે હાજર રહેવું, અન્યથા વકીલ મારફતે હાજરી પુરાવવાની રહેશે તથા તેમની ગેરહાજરીમાં ટાયલ ચલાવવામાં આવે તો અરજદારને વાંધો નથી તેવી બાંહેધરી તેઓ રજૂ કરશે. તેમજ કોર્ટ જયારે કહે ત્યારે અરજદારે હાજર થવાનું રહેશે.

3. અરજદાર નાસી-ભગી જશે નહીં અને તપાસના કામમાં પુરતો સાથ સહકાર આપશે.

4. અરજદાર આરોપીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ધાક ધમકી આપી અથવા તો પ્રલોભનો આપી અથવા તો કોઈ પણ રીતે ફરીયાદપક્ષના સાહેદને ફોડવાનો પ્રયત્ન કરવો નહી

5. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી હાલના અરજદાર નર્મદા તથા ભરૂચ સિવાયના અન્ય કોઈ સરનામાં ઉપર રહેશે અને તે સરનામાની વિગતા તથા મોબાઈલ નંબર રજૂ કરવાના

6. તપાસ તથા ટ્રાયલ પૂર્ણ થતા સુધી અરજદારે તપાસ કરનાર અમલદાર તથા ટ્રાયલ કોર્ટની પરવાનગી વગર નહી. ગુજરાત રાજયની હદ છોડવી

7. અરજદારે આવા કે અન્ય પ્રકારના ગુના ભવિષ્યમાં આચરવા નહી.

8. અરજદારે પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના રહેશે અને જો પાસપોર્ટ ના ધરાવતા હોય તા તે અંગેનું જરૂરી સોગંદનામું કરવાનું રહેશે.

9. ઉપરોકત કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો જામીન રદ કરવા માટે અરજી કરી શકાશે.

10. આરોપીને ત્યારે જ છોડવામાં આવશે કે જો તેઓની બીજા કોઈ ગુનામાં સંડોવણી નહીં હોય.

11. અરજદાર આરોપીએ પોતાની ઓળખ અંગેના તથા હાલના તેમજ કાયમી સરનામા અંગેના દસ્તાવેજી પરાવા જામીન આપતી વખતે રજૂ કરવાના રહેશે

12. અરજદાર ઈચ્છે તો ટ્રાયલ વખતે, ટ્રાયલ વહેલી ચલાવવા માટેની અરજી કરી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top