ભારત સરકારના દૂરસંચાર મંત્રાલયે ભારતના તમામ ટેલિકોમ યૂઝર્સને એક ખાસ સલાહ આપી છે. સરકારે આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવતા કોલ સામે સાવચેત રહેવા માટેની એડવાઈઝરી જાહેર કરી છે.
- FAKE CALLSને લઈને સરકારે જારી કર્યું એલર્ટ
- ટેલિકોમ યૂઝર્સને સાવધાન રહેવા એડવાઈઝરી
- કહ્યું ફેક કોલ્સનો હેતુ પેનિક પેદા કરવાનો હોય છે
ભારત સરકારનાં દૂરસંચાર વિભાગે ભારતમાં રહેતાં નાગરિકોને સલાહ આપી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવતાં FAKE CALLથી સાવચેત રહે કારણકે આ કોલ્સ ભારતનાં સ્ટોક એક્સચેંજો અને વેપારમાં અવરોધ પેદા કરવાનો દાવો કરે છે. સરકારે એક એડવાઈઝરી જાહેર કરી જેમાં કહ્યું કે આ પ્રકારનાં ફેક કોલ્સ રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા કરવામાં આવે છે જેનો ઉદેશ્ય પેનિક પેદા કરવાનો હોય છે.
સંચાર મંત્રાલયે એલર્ટ જાહેર કર્યું
વિભાગે દેશનાં તમામ નાગરિકોને સલાહ આપવાની સાથે-સાથે દેશનાં તમામ ટેલીકોમ સેવા પ્રોવાઈડર્સને આદેશ આપ્યાં છે કે તેઓ એવા નંબર્સ પરથી આવતાં FAKE CALL ને બ્લોક કરી દે. આ સિવાય સરકારે દેશનાં તમામ ટેલિકોમ યૂઝર્સને સલાહ આપી છે કે જો તેમને આંતરરાષ્ટ્રીય નંબર્સથી એવા કોઈપણ પ્રકારનાં કોલ્સ આવે છે તો તે DoT ને help-sancharsathi@gov.in પર અથવા પોતાના ટેલિકોમ સર્વિસ ઓપરેટરને સૂચિત કરે.
ફરિયાદ કરવાનો આગ્રહ
સંચાર મંત્રાલયે ટેલીકોમ યૂઝર્સને કહ્યું કે આવા કોલ્સ રાષ્ટ્ર-વિરોધી તત્વો દ્વારા જારી કરવામાં આવે છે અને તેમનો હેતુ લોકોમાં ભય ફેલાવવાનો હોય છે. આ સિવાય સરકારે લોકોને આવા કોલ્સ આવવા પર ફરિયાદ નોંધાવવાનો આગ્રહ પણ કર્યો છે. યૂઝર્સ આવા ફેક કોલ્સની ફરિયાદ પોતાના ટેલિકોમ સર્વિસ સેન્ટર અથવા નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર પણ રિપોર્ટ કરી શકે છે. યૂઝર્સ 1930 પર કોલ કરીને પણ ફેકકોલ્સની ફરિયાદ કરી શકે છે.