બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર છેલ્લા બે દિવસમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં રૂ. 7.67 અબજનો વધારો થયો, મુકેશ અંબાણી હવે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ
- ગૌતમ અદાણીને લઈ ફરી એકવાર મોટા સમાચાર
- ગૌતમ અદાણી ફરી ભારતના સૌથી અમીર વ્યક્તિ બન્યા
- મુકેશ અંબાણી હવે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ
ગૌતમ અદાણીને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વાત જાણે એમ છે કે, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર છેલ્લા બે દિવસમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં રૂ. 7.67 અબજનો વધારો થયો છે. શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધીમાં તેમની કુલ નેટવર્થ $97.6 બિલિયન સુધી પહોંચી ગઈ છે.
અદાણી ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડીને આ યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. મુકેશ અંબાણી હવે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે, તેમની કુલ નેટવર્થ $97 બિલિયન છે. તમને જણાવી દઈએ કે, અદાણી ગ્રૂપના શેરમાં વધારાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો વધારો થયો છે.
ગૌતમ અદાણીની નેટવર્થમાં થયેલા જબરદસ્ત વધારાને કારણે વિશ્વના અબજોપતિઓની યાદીમાં તેમનો રેન્કિંગ પણ સુધર્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના વિશ્વના અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી હવે 12મા સ્થાને પહોંચી ગયા છે. એટલું જ નહીં, તેણે આ રેન્કિંગમાં મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. આ યાદીમાં મુકેશ અંબાણી 12મા સ્થાનેથી 13મા સ્થાને આવી ગયા છે.
મહત્વનું છે કે, અગાઉ 3 જાન્યુઆરીએ અદાણી ગ્રુપ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવતાની સાથે જ હવે અદાણી ગ્રુપના શેરોમાં મોટો વધારો થયો હતો અદાણી ગ્રુપ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, સેબીની તપાસ યોગ્ય દિશામાં છે. કોઈ પણ રીતે તેને આંગળી ચીંધવી કે પ્રશ્ન કરવો તે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે SIT તપાસની કોઈ જરૂર નથી. કોર્ટે સેબીને 24 માંથી 2 કેસમાં તપાસ પૂર્ણ કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે.