ડુંગળી પકવતા ખેડૂતોને ટૂંક સમયમાં રાહતના સમાચાર મળી શકે છે

Jobmaterails.in
0
ડુંગળી પકવતા ખેડૂતોને ટૂંક સમયમાં રાહતના સમાચાર મળી શકે છે. ડુંગળીનાં ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકાર તૈયારી કરી રહી છે. આ અઠવાડિયે આ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાય તેવી શક્યતા છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. 




દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો અને ત્રણ મહિનામાં બમણાથી વધુ ભાવવધારા બાદ સરકારે ૮ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી પ્રતિબંધ લાદ્યો હતો. એક રિપોર્ટ અનુસાર છેલ્લા 10 દિવસમાં ખરીફ ડુંગળીની આવક વધી છે. બજારોમાં રોજ 15 હજાર ક્વિન્ટલથી વધુની આવક ચાલુ છે. આવકમાં વધારાને કારણે ડુંગળીની કિંમત ૧૮૭૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી લગભગ ૨૦ ટકા ઘટીને ૧૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ગયા મહિનાની સરખામણીએ કિંમતોમાં લગભગ ૩૫ ટકાનો ઘટાડો થયો છે અને તેના કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યા છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારની વિચારણા છે.

છેલ્લા દસ દિવસથી ખરીફ પાકની આવક વધી રહી છે. દરરોજ 15,000 થી વધુ ક્વિન્ટલની આવક થઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. જે બાદ સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અંગે સમીક્ષા બેઠક યોજશે.

ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીને ફ્રીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી હતી. જે દેશોને ડુંગળીની ખૂબ જ જરૂર છે, તેમને ભારત સરકારની મંજૂરી લીધા બાદ તેની નિકાસ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top