વ્યારા તાલુકાના સરકુવા ગામનાં યુવકે અગમ્ય કારણે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

0
વ્યારા તાલુકાના સરકુવા ગામમાં રહેતા 34 વર્ષીય યુવક દ્વારા આગમ્ય કારણસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દેતા જે બનાવ અંગેપોલીસ મથકે જાણ કરાતા પોલીસેઅકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ કરી છે વ્યારા તાલુકાના સરકૂવા ખાતે રહેતા એક 34 વર્ષીય પરિણીત ઈસમ નટુભાઈ વેસ્તાભાઈ ગામીત ત્રણ વર્ષ અગાઉ પત્ની સાથે છુટાછેડા થઈ ગયા હતા જેને લઈને નટુભાઈ એકલતા ભર્યું જીવન ગુજારતા હતા. 




મળતી મહિતી અનુસાર કોઈક વાર પોતાના કુટુંબીના ઘરે રહેતા તો કેટલીક વાર તેમના પિતાજીના ઘરે રહેવા જતા રહેતા હતા. કેટલાય સમયથી કોઈ કામકાજ પણ ન કરતા હતા. ગત રવિવારના રોજ સાંજે ઘરેથી નીકળી સોનગઢ તાલુકા ધમોડી ગામ તરફ જતા કાચા રસ્તા ઉપર વ્યારા તાલુકાના વાઘઝરી ગામની સીમમાં કોઈ અગમ્ય કારણે ઝેરી દવા ગટગટાવી નટુભાઈ ગામીત જીવન ટૂંકાવી દીધું હતું. જે બનાવ અંગે તેમનાભાઈ સતીશભાઈવેસ્તાભાઈગામીતે વ્યારા પોલીસ મથક જાણ કરતા પોલીસકર્મીએ ભીખુભાઇ ગઢવીએ વધુ તપાસ હાથ ધરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top