વડોદરા બોટ દુર્ઘટનાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. જો કે, મુખ્ય કોંટ્રાક્ટર પરેશ શાહ હજુ પણ ફરાર છે. ક્રાઈમ બ્રાંચની ટીમે બંને શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. હરણી લેક ઝોનના ઘટના પાસેના CCTV આધારે તપાસ ચાલી રહી છે.
10 દિવસમાં જિલ્લા મેજીસ્ટ્રેટને રિપોર્ટ સોંપવા સૂચના આપી
9 ટીમો દુર્ઘટનાને લઈને તપાસ કરી રહી છે. હાલમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ટૂંક સમયમાં બીજા આરોપીઓની પણ ધરપકડ કરાશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે. તો બીજી તરફ રાજ્ય સરકારે ઉચ્ચકક્ષાએ તપાસના આદેશ કર્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટને વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 દિવસમાં જિલ્લા મેજીસ્ટ્રેટને રિપોર્ટ સોંપવા સૂચના આપી છે.
વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મોટી બાબત સામે આવી છે.
બોટિંગની બુકિંગ ઓફિસમાં મોટી સંખ્યામાં સેફ્ટી જેકેટનો ઢગલો જોવા મળ્યો છે. પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરી સેફટી જેકેટ માત્ર ઓફિસમાં શોભા ના ગાંઠિયા સમાન જોવા મળ્યા. બુકિંગ ઓફિસ પાસે એક સીસીટીવી કેમેરા લાગેલ જોવા મળ્યો જોકે કાર્યરત છે કે બંધ તે પણ એક સવાલ છે. કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો નુ પાલન કરવામાં બેદરકારી દાખવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અન્ય બે સવારી બોટોમાં ઓબીએમ મશીન લાગેલું જોવા મળ્યું.