તાપી જીલ્લાનાં ઉચ્છલ તાલુકામાં મનરેગા યોજનામાં ગ્રામ રોજગાર સેવક દ્રારા ઉચાપત અંગે જાણ થતા ઉચ્છલ તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ બે ગ્રામ રોજગાર સેવક દ્વારા મનરેગા યોજના હેઠળ ના પાંચ જેટલા લાભાર્થીઓ જોબકાર્ડ અને મસ્ટર રોલ કાઢી એકજ વ્યક્તિ ની ડબલ હાજરી પૂરી 6800 ની સરકારી નાણાં ની ઉચાપત થયાની ફરિયાદ અપાઈ છે. જેમાં આરોપીઓ દ્વારા વર્ષ 2015 થી 2018 ના વર્ષ દરમ્યાન કરેલ ગુનાની તપાસ ટીમ દ્રારા આ ઉચાપત થયાનો મામલો બહાર આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.