કેન્દ્રના હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો

0
કેન્દ્રના હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો છે, રાજ્યમાં ઠેર ઠેર ડ્રાઇવરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, આ બધાની વચ્ચે હવે સુરતમાંથી એક હિંસક ઘટના સામે આવી છે. સુરતમાં બીઆરટીએસ અને એએમટીએસના ડ્રાઇવરો પણ હડતાળમાં જોડાયા અને હવે આજે તેમને હિંસક હુમલો છે. સુરતમાં સીટી બસ ચાલકોએ સિટી બસમાં તોડફોડ અને કરીને પોલીસ પર પણ જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટના સુરત શહેરના ડુમ્મસ રૉડ પર બની હતી. હિંસક હુમલાનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.





તાજા માહિતી પ્રમાણે, રાજ્યમાં ટ્રેક ચાલકોની સાથે સાથે હવે સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઇવરો પણ વિરોધમાં જોડાયા છે, સુરતમાં આજે હિંસાત્મક ઘટના સામે આવી છે. સુરતમાં સિટી બસ ડ્રાઈવરો ગુંડાગર્દી પર ઉતર્યા, તેમને ડુમ્મસ-મગદલ્લા રૉડ હિંસક વિરોધ પ્રદર્શન કર્યુ, સિટી બસમાં તોડફોડ કરી, એટલું જ નહીં પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો પણ કરી દીધો હતો. ડ્રાઇવરોએ PCR વાનના પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. બસમાં તોડફોડની ઘટના બાદ બસ ઓપરેટરોને મેયર દ્વારા શૉ કૉઝ નોટીસ પણ ફટકારવામાં આવી છે. મેયરે કહ્યું કે આ પ્રકારની હિંસા નહીં ચલાવી લેવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરતમાં 50 ટકા ડ્રાઈવરને સિટી બસ ચલાવવા મનાવી લેવામાં આવ્યા છે.

સુરતના હજીરામાં ટ્રક ડ્રાઈવરોઓએ હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો છે. હજારોની સંખ્યામાં ટ્રકના પૈડા થંભી ગયા છે. આ સાથે મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો હડતાળમાં જોડાયા છે. સુરતમાં ટ્રકની સાથે સાથે BRTS અને સીટી બસ ચાલકો પણ હડતાળમાં જોડાયા છે. નવા કાયદાના વિરોધમાં કાલથી ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.

હિટ એન્ડ રન, નવા કાયદામાં શું છે જોગવાઇઓ ?
ક્રિમિનલ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવિત ઈન્ડિયન જસ્ટિસ કૉડ 2023માં જો કોઈ વ્યક્તિની બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો આરોપીને મુક્ત થવું આસાન નહીં હોય. આઈપીસીની કલમ 104 હેઠળ બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે અથવા ઉતાવળ અથવા બેદરકારીભર્યા કૃત્ય દ્વારા મૃત્યુનું કારણ બને છે તે ગુનામાં બે વર્ષ સુધીની મુદતની કેદની સજા અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે. જોકે હવે પ્રસ્તાવિત બિલમાં ઓછામાં ઓછી સાત વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે ગુનામાં દોષિત હત્યા ન થાય, જેમાં આરોપી ઘટના સ્થળેથી ભાગી જાય અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે, તે બંને સજાને પાત્ર છે, એટલે કે કેદ અને દંડ કરવામાં આવશે. તેની અવધિ દસ વર્ષ સુધીની હોઈ શકે છે અને દંડ પણ લાદવામાં આવી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top